રિપોર્ટ@ગુજરાત: ઉત્તરાયણના તહેવારમાં બજારમાં બ્રાઝિલની ફિરકીએ મચાવી ધૂમ, જાણો વધુ વિગતે

અત્યારસુધીમાં ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ 3500થી 4000 જેટલી ફિરકીઓનું વેચાણ થઈ ચૂક્યું છે. 
 
રિપોર્ટ@ગુજરાત: ઉત્તરાયણના તહેવારમાં પતંગ અને ફિરકીની અનેક નવી ડિઝાઈન બજારમાં જોવા મળી, બ્રાઝિલની ફિરકીએ મચાવી ધૂમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ઉત્તરાયણનો તહેવાર હવે થોડા દિવસમાં આવી રહ્યો છે. ઉત્તરાયણનો તહેવાર રંગબેરંગી પતંગો, મોજ-મસ્તી અને મ્યુઝિક અને ડાન્સ પાર્ટી તેમજ ફેમિલી ગેટ ટુગેધર જેવો માહોલ. મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતનાં બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ઉત્તરાયણના તહેવારમાં પતંગ અને ફિરકીની અનેક નવી ડિઝાઈન બજારમાં જોવા મળે છે, પરંતુ આ વર્ષે એમાં એકદમ નવો અને અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

રંગબેરંગી પતંગોના આ ઉત્સવમાં છોકરાઓની ઇચ્છતા હોય છે કે તેની ફિરકી પકડનાર પાર્ટનર તેમની સાથે ઊભી રહે, પરંતુ આ વખતે માર્કેટમાં પહેલીવાર બ્રાઝિલિયન પેટર્નની Zen-Pro ફિરકીએ ધૂમ મચાવી છે. આ ફિરકી ખાસ કરીને સિંગલ લોકો માટે ડિઝાઈન કરવામાં આવી છે, એટલે કે જો તમે સિંગલ છો તો તમારે ફિરકી પકડવા માટે કોઈની જરૂર નહીં પડે તમે જાતે જ ફિરકી પકડીને પતંગ ચગાવી શકશો.

સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ બ્રાઝિલના કોન્સેપ્ટ પરથી પ્રેરિત થઈ ભારતમાં પહેલીવાર 'Zen-Pro ફિરકી' લોન્ચ કરવામાં આવી છે, જે ખાસ કરીને યુવા વર્ગ અને Gen-Zમાં જનરેશનમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ ફિરકીઓની સૌથી મોટી ખાસિયત એ છે કે એ વજનમાં ખૂબ જ હલકી છે અને માત્ર એક હાથે સરળતાથી ચલાવી શકાય છે અને એમાં પાંચ હજાર વાર દોરી આરામથી આવી જાય છે. ખાસ વાત એ છે કે હવે ફિરકી પકડવા માટે કોઈ સાથીની જરૂર નહીં પડે, એટલે કે સિંગલ લોકો માટે ઉત્તરાયણ વધુ ખાસ બનશે અને ખાસ કરીને પતંગની દોરીનું ગૂંચળું પણ હવે આ ફિરકીમાં નહીં વળી શકે.

આ અનોખી ફિરકીના ઓનર ધવલ વસોયા જણાવ્યું હતું કે આ ફિરકીનો વિચાર અમને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પરથી આવ્યો હતો. ખાસ કરીને બ્રાઝિલની રીલ્સમાંથી કોન્સેપ્ટ આવ્યો અને માત્ર 20 દિવસમાં અમે બ્રાઝિલિયન પેટર્નની ફિરકીઓનું પ્રોડક્શન શરૂ કરીને સમગ્ર ભારતમાં એેની ડિલિવરી પણ શરૂ કરી દીધી છે. લોકો તરફથી આ ફિરકીઓનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

હાલમાં આ ફિરકીઓ બે વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. અત્યારસુધીમાં ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ 3500થી 4000 જેટલી ફિરકીઓનું વેચાણ થઈ ચૂક્યું છે. વૂડનમાંથી બનાવવામાં આવેલી આ ફિરકીઓની માર્કેટમાં ખાસ માગ જોવા મળી રહી છે.

અન્ય એક ઓનર તરંગ રાવલે જણાવ્યું હતું કે આ ફિરકી વૂડન બેઝ પર બનેલી છે. ખાસ આમ બેરિંગ મૂકવામાં આવી છે, જેથી ફિરકી સરળતાથી ગોળ ફરી શકે. દોરીમાં ઢીલ મૂકવી હશે તો હવે આમાં આપેલા બેરિંગને ફક્ત પકડીને તમે ઢીલ મૂકી શકો છો અને જો ખેંચવી હોય તો આ ફિરકીને લાકડી કે આંગળીથી ગોળ ફેરવીને એને ખેંચી પણ શકો છો.