રિપોર્ટ@ગુજરાત: સુરત-વાપી વચ્ચે 280ની ઝડપે દોડશે બુલેટ ટ્રેન

2027માં શરૂ થશે સેવા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દેશની પહેલી બુલેટ ટ્રેન સેવા હવે સપનું નહીં, હકીકત બનવા જઈ રહી છે. રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે ટાઇમટેબલ જાહેર કરતા કહ્યું છે કે, 2027ના છેલ્લા ત્રિમાસિકમાં દેશની પહેલી હાઈ-સ્પીડ રેલ સેવા શરૂ થશે.

પહેલા તબક્કામાં સુરતથી વાપી વચ્ચે બુલેટ ટ્રેન દોડશે. ત્યારબાદ મુંબઈ સુધીનો આખો કોરિડોર તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

*શું કામ પૂર્ણ થયું?*

રેલમંત્રી અનુસાર, સપ્ટેમ્બર સુધીમાં 456 કિમી પિલરનું કામ અને 371 કિમી વાયાડક્ટનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. 8 સ્ટેશનનું સિવિલ વર્ક પૂર્ણ થઈ ગયું છે અને હવે આર્કિટેક્ચરલ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે.

સાબરમતી, સુરત અને થાણેમાં ત્રણેય ટ્રેન મેન્ટેનન્સ ડેપોનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.

*કેટલી ઝડપે દોડશે ટ્રેન?*

ICF અને BEML સ્વદેશી B28 ટ્રેનસેટ બનાવી રહ્યા છે, જેને 280 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેનો પહેલો બોડી ફ્રેમ તૈયાર છે અને સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. 2027ના મધ્ય સુધીમાં ટ્રેક ટ્રાયલ શરૂ થવાની અપેક્ષા છે.

*વાપી-સુરત માટે શું ફાયદો?*

વાપી અને સુરત વચ્ચેનું અંતર હવે મિનિટોમાં કપાશે. વેપાર, નોકરી અને અભ્યાસ માટે રોજ અપ-ડાઉન કરતા હજારો લોકોને મોટી રાહત મળશે.