રિપોર્ટ@ગુજરાત: આજથી ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી ગુજરાતમાં વસતી ગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે રાજ્યમાં આજથી વસતી ગણતરીની શરૂઆત થઈ છે. લોકો 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશન કારી શકશે. બે તબક્કામાં થનારી વસતી ગણતરી માટે પ્રથમ તબક્કામાં 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરની ગણતરી કરાશે. ઘરના મુખ્ય વ્યકિતને વસતી ગણતરી કરવા આવનાર કર્મચારી દ્વારા 33 સવાલ પૂછવામાં આવશે. જ્યારે બીજા તબક્કાની વસતી ગણતરી 9 ફેબ્રુઆરી 2027થી 28 ફેબ્રુઆરી, 2027 સુધી થશે.
ગુજરાતમાં કૂલ 1.10 લાખ કર્મચારીઓ વસતી ગણતરીની કામગીરીમાં જોડાશે. શિક્ષકો અને પ્રોફેસરો દ્વારા વસતી ગણતરીની કામગીરીમાંથી મુક્ત રાખવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે વસતી ગણતરી નિયામકે કહ્યું હતું કે, આ બાબતે સરકાર અંતિમ નિર્ણય કરશે.
રાજ્યમાં 15 વર્ષ બાદ યોજાઈ રહેલી વસતી ગણતરીના પ્રથમ તબક્કાનો 1 જૂનથી પ્રારંભ થશે. 1 જૂનથી 30 જૂન દરમિયાન તમામ ઘરોની ગણતરી કરાશે. કર્મચારીઓ દ્વારા 33 સવાલોના જવાબ મેળવાશે. લોકો જાતે પણ 17 મેથી 31 મે દરિયાન ઓનલાઈન પોતાની માહિતી અપલોડ કરી શકશે.
રાજ્યના તમામ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગામડાઓમાં વસતી ગણતરી યોજાશે. આ વસતી ગણતરીમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs), 1,09,038 ગણતરીદારો તેમજ 18,254 સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. આ અભિયાનને સફળ બનાવવા માટે ગણતરીદારો, સુપરવાઇઝર અને અન્ય વસતી ગણના અધિકારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી રહી છે.

