રિપોર્ટ@ગુજરાત: ફરાર લેડી કોન્સ્ટેબલને ગુજરાત ATSએ ઝડપી પાડી, જાણો વધુ
ફરાર લેડી કોન્સ્ટેબલની ધરપકડ
Jul 17, 2024, 09:34 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ ગુના સામે આવતા હોય છે. ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી છે.
આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. જો કે, ગુજરાત ATSની ટીમે નીતા ચૌધરીની લીમડીના એક ગામમાંથી ઝડપી પાડી છે.
ઉલ્લેખનીય છે કે, બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી હતી. તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. જેને લઇને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.