રિપોર્ટ@ગુજરાત: ચાંદીપુરા વાઇરસના કેસની સંખ્યા વધીને 118, મૃત્યુઆંક 41

વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 118
 
રિપોર્ટ@ગુજરાત: ચાંદીપુરા વાઇરસના કેસની સંખ્યા વધીને 118, મૃત્યુઆંક 41 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં વરસાદની ઋતુ ચાલી રહી છે. બીજી રોગચાળો ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 118 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 41 એ પહોંચ્યો છે.

ગુજરાત રાજ્યના ચાંદીપુરાના કુલ 118 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-10, અરવલ્લી-06, મહીસાગર-૦2, ખેડા-06, મહેસાણા-07, રાજકોટ-05, સુરેન્દ્રનગર-04, અમદાવાદ કોર્પોરેશન-11, ગાંધીનગર-06, પંચમહાલ-15, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-06, છોટાઉદેપુર 02, દાહોદ-02, વડોદરા-06, નર્મદા-02, બનાસકાંઠા-05, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04 કચ્છ-01, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-02, અમદાવાદમા 01 તેમજ જામનગર કોર્પોરેશનમાં 01 શંકાસ્પદ કેસો મળેલ છે.