રિપોર્ટ@ગુજરાત: ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 131, મૃત્યુઆંક 53એ પહોંચ્યો
મૃત્યુઆંક 53 થયો
Jul 29, 2024, 08:38 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દિવસે-દિવસે ચાંદીપુર વાઈરસના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 131 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 53એ પહોંચ્યો છે.
જે પૈકી સાબરકાંઠા-12, અરવલ્લી- 07, મહીસાગર-02, ખેડા-07, મહેસાણા-07, રાજકોટ-06, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-06, પંચમહાલ-15, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-03, વડોદરા-06, નર્મદા-02, બનાસકાંઠા-05, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-04, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-03, અમદાવાદ-01, જામનગર કોર્પોરેશન-01 તેમજ પોરબંદરમાં 01 શંકાસ્પદ કેસો મળેલ છે.