રિપોર્ટ@ગુજરાત: ચાંદીપુરા વાઇરસે 6 વર્ષીય બાળકીનો ભોગ લીધો, જાણો વધુ વિગતે

બાળકી ચાંદીપુરા વાઇરસથી પોઝિટિવ હતી.
 
રિપોર્ટ@ગુજરાત: ચાંદીપુરા વાઇરસે 6 વર્ષીય બાળકીનો ભોગ લીધો, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. હાલમાં એક વાઈરસના કારણે ગણા બાળકોના મોત નીપજ્યા છે. રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે હિંમતનગરની 6 વર્ષીય બાળકીનો ભોગ લીધો હતો. પુણેથી આવેલા રિપોર્ટમાં કન્ફર્મ થયું છે કે બાળકી ચાંદીપુરા વાઇરસથી પોઝિટિવ હતી. જો કે ચારમાંથી ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના આઠ બાળકોના કેસ સારવાર માટે આવ્યા હતા.

જેમાંથી 6 બાળકોના મોત નીપજ્યાં હતા અને બે બાળકો સારવાર હેઠળ છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા સેમ્પલ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આજે સાંજે આવ્યા છે. જેમાં ચારમાંથી એક પોઝિટિવ અને ત્રણ નેગેટિવ રીપોર્ટ આવ્યા છે. જ્યારે હવે બાકીના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, રિપોર્ટના આધારે એ કનફોર્મ થાય છે કે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામની 6 વર્ષીય કિંજલનું ચાંદીપુરા વાઈરસથી મોત નીપજ્યું હતું.

આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના આસિ. RMO ડૉ. વિપુલ જાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 27 જૂનથી અત્યાર સુધીમાં રાજસ્થાન, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં આઠ બાળકોના કેસ આવ્યા હતા. જેમાંથી 6 બાળકોનાં મોત થયાં છે. જ્યારે હાલમાં બે બાળકો સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે.