રિપોર્ટ@ગુજરાત: ચાંદીપુરા વાઇરસથી 44 બાળકોના મોત થયા, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં રોગચાળો ફાટી નિકળ્યો છે. કેટલાક બાળકોના મોત નીપજ્યા છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચાંદીપુરા વાઇરસથી 44 બાળકોના મોત થયા છે.
સાબરકાંઠાના હિંમતનગરથી શરૂ થયેલા ચાંદીપુરા વાઇરસનો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સુધી પગપેસારો થયો અને અત્યારસુધીમાં તેનાં રાજ્યભરમાં 124 કેસો સામે આવ્યાં છે.
ગુજરાત રાજ્યના ચાંદીપુરા વાઇરસના કુલ -124 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-12, અરવલ્લી 06, મહીસાગર-02, ખેડા-06, મહેસાણા-07, રાજકોટ-05, સુરેન્દ્રનગર-04, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-06, પંચમહાલ-15, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-02, વડોદરા-06, નર્મદા-02, બનાસકાંઠા-05, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-03 , સુરત કોર્પોરેશન-02, ભરૂચ-03, અમદાવાદ-01 તેમજ જામનગર કોર્પોરેશનમાં 01 શંકાસ્પદ કેસો મળેલ છે.