રિપોર્ટ@ગુજરાત: ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસે હાહાકાર મચાવ્યો, 14 બાળકોને ભરખી ગયો
ચાંદીપુરા વાઇરસથી ગુજરાતમાં હાહાકાર
Jul 18, 2024, 09:22 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. આ વાઈરસના કારણે અત્યાર સુધીમાં 14 બાળકોના મોત નીપજ્યા છે. સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
ત્યારે રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાઈરસના જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં 14 બાળકોના મોત થયા છે. ગત 16 જુલાઈ, 2024 સુધીમાં ચાંદીપુરા વાઇરસથી 8 બાળકનાં અને 17 જુલાઈએ 6 બાળકોના મોત થયા છે.
જેમાં ગોધરાના 1, ગાંધીનગરમાં 1, અમદાવાદમાં 1 અને મહેસાણાનાં 1 બાળક સહિત અન્ય બે બાળકના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 26 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે. જ્યારે રાજસ્થાનના બે કેસ છે અને એમાથી 1 બાળકનું મોત થયું છે અને મધ્યપ્રદેશનું બાળક સ્ટેબલ છે.