રિપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 201 બસોને લીલી ઝંડી આપશે, જાણો વધુ વિગતે
બસોના લોકાર્પણ તથા દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત
Oct 10, 2025, 11:23 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્ય સરકાર દ્વ્રારા દિવાળીના તહેવાર પહેલા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા 201 નવી બસોના લોકાર્પણ તથા દિવાળીના રાજ્ય સરકારે તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆત આજે ગાંધીનગરના એલ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 201 બસોને લીલી ઝંડી આપશે. આ લોકાર્પણથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓના મુસાફરોને રાહત થશે. તેમજ દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆતથી બસની રાહ જોવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે.