રિપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેથી 'જનજાતિય ગૌરવ યાત્રા'નો શુભારંભ કરાવશે
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
Nov 7, 2025, 13:10 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતેથી 'જનજાતિય ગૌરવ યાત્રા'નો શુભારંભ કરાવશે. આ યાત્રા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉત્સવ નિમિત્તે 'જનજાતિય ગૌરવ વર્ષ'ની ઉજવણીના ભાગરૂપે આયોજિત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આબુ રોડની માનપુર હેલિપેડ ખાતે ઉતરાણ કરીને મોટર માર્ગે અંબાજી ખાતેના કાર્યક્રમ સ્થળે રવાના થયા. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.આ ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં આદિવાસી સમુદાયના લોકો અને અન્ય નાગરિકો ઉમટી પડ્યા છે. કાર્યક્રમ સ્થળે અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

