રિપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ-થરાદની મુલાકાત, જાણો વધુ વિગતવાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ-થરાદની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યાત્રાધામ ઢીમા ખાતે શ્રી ધરણીધર ભગવાનના દર્શન કર્યા હતા. જે બાદ વિકાસ સંકલ્પ સભાને સંબોધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, બહેનોની તાકાત હોય છે, બહેનો સામે જે પડ્યું સમજો કે એનો ખાત્મો થઈ જ ચૂક્યો, બહેનોની સામે ન પડાય, આ વિપક્ષને સમજણ નથી, વિપક્ષ અત્યારે બહેનોની સામે પડ્યો છે, પણ હવે જુઓ બહેનો એમની તાકાત બતાવે એ. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં લોકસભામાં મહિલા અનામત બિલ નામંજૂર થયું છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વાવ-થરાદ નવો જિલ્લો બન્યો છે, ભાજપના તમામ ઉમેદવારોને એટલા જંગી મતોથી ચૂંટો કે બીજા પક્ષો વાવ-થરાદ સામું જોવાનું બંધ કરી દે, બહેનો સામે કોઈ પડે તેને જડબાતોડ જવાબ આપજો, વડાપ્રધાન નાના માણસોને મુખ્યધારામાં લાવવા કામ કરે છે. ભાજપના કાર્યકર્તા જીતે કે હારે તોય છેવાડાના માણસો માટે કામ કરે છે. વિપક્ષ હાર્યા પછી 5 વર્ષ સુધી ક્યાય દેખાતો નથી. પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં આપણને અહીં ઘર સુધી પાણી પહોંચતું થયું છે.

