રિપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું

અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું
 
રિપોર્ટ@ગુજરાત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લાંબા સમય વિરામ લીધા બાદ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.  ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે. આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નીકળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમીક્ષા બેઠક યોજવા માટે જામનગર પહોંચ્યા હતા.

જ્યાં એરપોર્ટ ખાતે વહીવટી તંત્ર અને તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠક યોજ્યા બાદ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ રામનગર-ખંભાળિયાનું હવાઇ નિરિક્ષણ કર્યું હતું. જ્યાં તેમની સાથે ખંભાળિયાના ધારાસભ્ય અને મંત્રી મૂળુ બેરા, જામનગરના સાંસદ પૂનમ મામડ તથા ચીફ સેક્રેટરી પણ સાથે હતા.

આ પહેલા જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત જિલ્લા કલેકટર મનપા કમિશનર મેયર સાંસદ ધારાસભ્ય સહિત સમીક્ષા બેઠક યોજી હતી. જામનગર બાદ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે જશે.

ઉલ્લેખનીય છે કે, ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 38 ઇંચ વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની જાત માહિતી મેળવી હતી. તેમજ દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.