રિપોર્ટ@ગુજરાત: આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો, જાણો વધુ વિગતે

ધોરણના 10ના વિદ્યાર્થીઓનું પેપર સવારે 10 વાગ્યે શરૂ થવાનું છે.
 
રોષ@ઉ.ગુ. : પરિક્ષા રદ્દ કરીને પરિક્ષાર્થીઓની આશા અંધારામાં ધકેલી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજથી પરિક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ધોરણના 10ના વિદ્યાર્થીઓનું પેપર સવારે 10 વાગ્યે શરૂ થવાનું છે, જ્યારે ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે.

આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.