રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ગુજરાતની મુલાકાતે, જાણો વધુ

ભાવનગરમાં રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેરસભાને સંબોધન કરશે.
 
રિપોર્ટ@ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ગુજરાતની મુલાકાતે, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ભાવનગરમાં રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેરસભાને સંબોધન કરશે. અહીંથી જ ભાવનગર ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતના કરોડો રૂપિયાનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ભાવનગરમાં પીએમ મોદીના રોડ શોના રૂટ પર આજે પોલીસ દ્વારા રિહર્સલ કરાયું હતું. તેમના કાર્યક્રમને લઈ ભાવનગરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વડાપ્રધાન મોદી ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. દેશની વિકાસયાત્રાને સમુદ્રથી સમૃદ્ધિની દિશામાં લઇ જવા માટે વડાપ્રધાન આ કાર્યક્રમ દરમિયાન ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના MoUsનું રિમોટ બટન દબાવીને લોકાર્પણ કરશે.

બંદરો અને શિપિંગ સંબંધિત 21 એમઓયુનો સમાવેશ થાય છે. આ સાથે જ, વડાપ્રધાન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ દેશના પ્રમુખ બંદરોના વિકાસ માટે ₹7870 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.