રિપોર્ટ@ગુજરાત: કચ્છના દરિયામાંથી 1000 કરોડનું કોકેઈન ઝડપાયું, ATSએ ત્રણને દબોચ્યા, એક દરિયામાં કૂદી જતા શોધખોળ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. ગુજરાતના મુદ્રા પોર્ટ તરફ આવી રહેલા એક જહાજમાંથઈ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1000 કરોડની કિંમતનું કોકેઈન ઝડપી પાડ્યું છે. કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા બે શખસોને આપવાનો હતો. તપાસ ટીમે કુલ ત્રણ લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે. જ્યારે એક વ્યકિત રેડ દરમિયાન દરિયામાં કૂદી પડ્યો હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુંદ્રા તરફ આવી રહેલી એક જહાજમાંથી 1180 કરોડની કિંમતનું 118 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો નાની બોટ મારફત કાંઠા તરફ લઈ જવાની તૈયારી હતી. કોકેઈન બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યું હોવાનું અને દિલ્હીમાં ડિલિવરી કરવાની હોવાનું સામે આવ્યું છે.
ATSએ જ્યારે જહાજ પર રેડ કરી ત્યારે કોકેઈનના જથ્થા સાથે બે લોકો હતા. જેમાંથી જુમ્મા નાસીર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે એક વ્યકિત દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા ATSએ દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી એક સેટેલાઈટ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા ઓરીપોના નામ
જુમા નાસીર ઓમાર (બોટમાંથી ઝડપાયો)
કેલ્વિન ચુકવામા (દિલ્હીથી પકડાયો)
બ્યારુહંગા જેમ્સ ( દિલ્હીથી પકડાયો)
ATS પાસે 150 કિલો ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી પરંતુ 118 કિલો જ ડ્રગ્સ મળ્યું છે જેથી બાકીનું ડ્રગ્સનું એક પેકેટ દરિયામાં ફેંક્યું હોવાની શક્યતા છે જેથી ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં તપાસ કરવામાં આવી રહી છે

