રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ-કોન્ફસન્સ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા

રાજ્યમાં છેલ્લા એક મહિનામાં સગીરાઓ પર દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના એક નહીં, અનેક બનાવો સામે આવ્યા છે.
 
રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ-કોન્ફસન્સ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દિવસે-દિવસે દુષ્કર્મના ગુનાઓ ખુબજ વધી રહ્યા છે. નવરાત્રી દરમિયાન 2 દુષ્કર્મના બનાવો બની ગયા છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં સગીરાઓ પર દુષ્કર્મ અને દુષ્કર્મના પ્રયાસના એક નહીં, અનેક બનાવો સામે આવ્યા છે.

દાહોદની તોયણી પ્રાથમિક શાળાથી લઇને વડોદરા, આણંદ, સુરેન્દ્રનગર અને સુરત સહિતના બનાવોને લઇને આજે બનાસકાંઠાનાં કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ-કોન્ફસન્સ કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. એમાં તેમણે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ કરી છે.

સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું, રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં ગરબા રમવાના સમયમાં એટલા માટે વધારો કર્યો કે દારૂ અને ડ્રગ્સનું દૂષણ વધે અને યુવાનો બરબાદ થાય અને હપતા મળે, એટલે સરકારની આવકમાં વધારો થાય.