રિપોર્ટ@ગુજરાત: કોંગ્રેસ 6થી 13 નવેમ્બર સુધી ખેડૂત આક્રોશ યાત્રા યોજશે, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ખેડૂતોને મહેનત પર ફરી વળ્યું છે.વરસાદથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી કોંગ્રેસ ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે ખેડૂત આક્રોશ યાત્રા યોજવા જઈ રહી છે.
6 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી ખેડૂત આક્રોશ યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. 6 નવેમ્બરે ગીર સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થશે, જે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરશે. ત્યારબાદ 13મીએ દ્વારકામાં યાત્રાનું સમાપન થશે.
જન આક્રોશ યાત્રા થકી સૌરાષ્ટ્ર પર પકડ મજબૂત કરવા પ્રદેશના નેતાઓને પણ મેદાને ઉતારાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડૂતોને રિઝવવા માટે કોંગ્રેસ ખેડૂત આક્રોશ યાત્રા થકી પ્રયાસ કરી રહી છે. ખેડૂત આક્રોશ યાત્રા દરમિયાન કોંગ્રેસ સ્પેશિયલ સહાય પેકેજ જાહેર કરવા, પાક ધિરાણ માફ કરવાની સરકાર પાસે માગ કરશે.

