રિપોર્ટ@ગુજરાત: મોદી-શાહને ટાર્ગેટ કરી સ્કૂલોને બોમ્બની ધમકી આપનારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.
Mar 3, 2026, 18:46 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બોમ્બની ધમકીભર્યા ઇમેલ કરનાર એક આરોપીની ધરપકડ કરી છે.બોમ્બની ધમકીના મેસેજ કરનાર આરોપીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી છે.બોમ્બની ધમકીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પ્રથમ વખત આરોપીની ધરપકડ કરી છે.
આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.અમદાવાદ સહિત રાજ્યભરની સ્કૂલો અને નીચલી અદાલતને ખાલિસ્તાનના નામે ઇમેલ કરનાર બિશ્વાસ નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

