રિપોર્ટ@ગુજરાત: ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બનતા પૂરની સ્થિતિ સર્જાઈ
લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે.
Aug 29, 2024, 09:43 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ રાજ્યમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને એના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયાં છે. લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હોય એવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે. તેમને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.
આર્મીની વધુ 3 કોલમ, એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 1 ટીમ રેસ્ક્યૂ માટે ફાળવવામાં આવી છે. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની 4 કોલમ, એનડીઆરએફની 4 તથા એસડીઆરએફની 5 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. તો શહેરમાં સતત 3 દિવસથી વરસતા વરસાદના પગલે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતા 1.25 લાખ મકાન અને 250 ગામડાંમાં અંધારપટ છવાયો છે.