રિપોર્ટ@ગુજરાત: દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારીએ માફી માગી, જાણો વધુ વિગતે
સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં 'દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,'
Mar 29, 2025, 08:04 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારીએ માફી માગી હતી. દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી માધવ સ્વરૂપદાસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સંતો દ્વારા ગૂગળી બ્રાહ્મણો અને ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં 'દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,' દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું છે.
સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. હિંદુ સમાજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને માફી માગવા માટે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું.