રિપોર્ટ@ગુજરાત: નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ, જાણો વધુ વિગતે

આ કૌભાંડમાં 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
 
રિપોર્ટ@ગુજરાત: નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર નકલી ઘી બનાવતી 3 ફેક્ટરી ઝડપાઈ હતી. સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી 3 ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી અને એનાં ગોડાઉનો પર SOGની ટીમે દરોડા પાડ્યા હતા.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર પાડેલા આ કૌભાંડમાં 1.5 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે જ SOGએ 4 આરોપીને પણ ઝડપી પાડ્યા છે. હાલ આ મામલે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે વર્ષથી આ કારખાનું ચાલતું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ભેળસેળિયા ઘીનું વેચાણ ગુજરાતમાં જ નહિ, પણ મહારાષ્ટ્રની બજારમાં કરવામાં આવતું હતું. ઘીને દાણાદાર અને સુગંધ યુક્ત બનાવવા માટે કેમિકલ અને કલરનો ધૂમ ઉપયોગ થતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘી ખાનારાઓને કેન્સર થવાની પૂરી સંભાવના છે. તહેવારને લઈ ઘીની ડિમાન્ડને પહોંચી વળવા માટે ત્રણેય ફેક્ટરીમાં 24 કલાક પ્રોડક્શન ચાલુ રહેતું હતું.