રિપોર્ટ@ગુજરાત: પ્રસિદ્ધ અંબાજી મંદિરે ભક્તોની મોટી સંખ્યામાં ઉમટી , જાણો વિગતે

રાજ્યમાં અનેરો ઉત્સાહ છવાયેલો
 
ReportGujarat Famous Ambaji Temple Crowded In Large Number Of Devotees Know Details

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

દિવાળીને લઈ રાજ્યમાં અનેરો ઉત્સાહ છવાયેલો છે. દિવાળીના તહેવારોમાં મંદિરોમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે. પ્રસિદ્ધ અંબાજી મંદિરે પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ઼્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. દિવાળીનો તહેવાર હોવાને લઈ ભક્તો માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા અને નવા વર્ષને લઈ આશિર્વાદ લેવા માટે દર્શને પહોંચતા હોય છે.

અંબાજી મંદિરે કાળી ચૌદશની રાત્રીએ પણ મોટી સંખ્યા ભક્તોની જોવા મળી હતી. દિવાળીએ વહેલી સવારથી જ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સાબરકાંઠાનુ ખેડબ્રહ્માં અંબાજી મંદિર અને અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે પણ ભક્તો દિવાળીના દિવસે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.