રિપોર્ટ@ગુજરાત: ખેડુતોએ નાણા ભર્યા પણ પાણી ન આવતા મુશ્કેલી વધી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ખેડુતોએ નાણા ભર્યા પણ પાણી ન આવતા મુશ્કેલી વધી. મૂળી તાલુકાનાં ગ્રામ્યવિસ્તારમાં ખેડૂતોએ હાલ ઉનાળુ તલ,જુવાર સહિતનું વાવેતર કરી દિધુ છે. અને હાલ નર્મદાનું પાણી ન આપવામાં આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને કરેલ ખર્ચા નિષ્ફળ જવાની ભીતી છે. ત્યારે તંત્ર દ્વારા ઝડપથી પાણી આપી ખેડૂતોનો મહામુલો પાક બચાવાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
મૂળી તાલુકાનાં સરલા,દુધઇ,સુજાનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારમાં હાલ ખેડૂતોએ ઉનાળા પાક એવા તલ,જુવાર સહિતનું વાવતેર કરી દિધુ છે. અને હાલ દુધઇ પાસે આવેલ નરાડી તળાવમાં પાણી ન હોવાથી અને વાલ્વ ન ખોલવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
બીજી તરફ તાજેતરમાં જ ખેડૂતોએ પાણીનાં નાણા ભર્યા હિવા છતા પાણી નથી મળી રહ્યુ. જયારે ધોળીધજા ડેમ ઓવરફલો થઇ પાણી નદીમા વહી રહ્યુ છે. અને બીજી તરફ ખેડૂતો પાણી મળે તે માટે માંગ કરી રહ્યા જવ કેટલુ યોગ્ય છે. ત્યારે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તે પહેલા તંત્ર દ્વારા વાલ્વ ખોલી પાણી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
આ અંગે ખેડૂતો રામકુભાઇ ,ગણપતભાઇ સહિતનાં જણાવ્યુ હતુ કે હાલ તળાવ ખાલી હોવાથી ખેડૂતોને પાણી નથી મળી રહ્યુ છે. થોડા દિવસ પહેલા જ ખેડૂતોએ પાણીનાં નાણા ભર્યા હોવા છતા હાલ પાણી ન મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેમ છે. અને ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવશે.
તંત્ર દ્રારા તાત્કાલિક પાણી આપવામાં આવે તેવી અમારી માંગ છે. નાની લાઇનથી તળાવ કેમ ભરાશે ? : આપનો સવાલ હાલમાં મૂળીનાં કળમાદ સુજાનગઢ,લીયા,કુંતલપુ ર સહિતનાં ગામોને સિંચાઇ માટે પાણી મળે તે માટે લાઇન નાંખવામા આવી રહી છે જે લાઇન સાઇઝમાં ખુબજ નાની હોવાથી તળાવો ભરવા અશ્કય હોવાનાં આક્ષેપ સાથે લાઇનનું મટીયલ્સ પણ યોગ્ય ન હોવાનું રાજુ કરપડા દ્રારા જણાવાયુ છે અને પાણી માટે પાણીપત કરવાની ચિંમકી ઉચ્ચારી છે.