રિપોર્ટ@ગુજરાત: ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં, કેસર કેરી પર મોટો ખતરો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે બપોર બાદ ગીર પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉના, ગીર ગઢડા, તાલાલા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુક્યા છે. ખાસ કરીને કેસર કેરીના બગીચાવાળા મુંઝાયા છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર નદીની જેમ પાણી વહેતાં થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. હજુ 24 કલાક રાજ્ય માથે વરસાદની ઘાત રહેલી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દિવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ ધીમે-ધીમે 3થી 5 ડિગ્રી તાપમાન વધી જશે અને ફરી ગરમી પડશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

