રિપોર્ટ@ગુજરાત: ફાયર ટીમે એક કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડેરીપુલ અને ખાનપુર ફાટક પાસે ફાયર ટીમે એક કલાકની જહેમત બાદ થરાદના યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નીકળી ખેડૂતોની જીવાદોરી સમાન મુખ્ય કેનાલમાં અવાર નવાર લોકો ઝંપલાવી મોતને વ્હાલું કરતાં હોય છે. ત્યારે આજરોજ ડેરીપુલ અને ખાનપુર ફાટક વચ્ચે એક યુવકે ચંપલ બહાર મૂકી કેનાલમાં ઝંપલાવ્યું હોવાથી ફાયર ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને તેના વાલીવારસોને સોંપવામાં આવ્યો હતો.
થરાદ ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, આજરોજ વહેલી સવારે ફાયર સ્ટેશન પર યુવકના સબંધી રૂબરૂ બોલાવવા આવેલા કે મુખ્ય નર્મદા કેનાલમાં ડેરીપુલ અને ખાનપુર ફાટક વચ્ચે યુવક પોતાના ચંપલ મુકી કેનાલમાં ઝંપલાવ્યું છે. અમારી ફાયર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. 50 મિનિટની અંદર મૃતદેહને શોધી કાઢી તેના વાલીવારસાને સોંપવામાં આવ્યો હતો. મૃત્યુ પામનારા અનવરખાન હાજીખાન પરમાર (સિપાઈ) રહે.પશુ દવાખાના પાસે, થરાદ ઉંમર. 42 વર્ષ આશરે અને પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું.