રિપોર્ટ@ગુજરાત: ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી, જાણો વધુ વિગતે

ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે
 
રિપોર્ટ@ગુજરાત: ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હાલ અનુભવાતી ઠંડીમાં આંશિક રાહત મળશે. જો કે, આ રાહત લાંબા સમય સુધી ટકશે નહીં.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. પરિણામે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે. જોકે શીતલહેર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા નથી.

આ પછી ફરી તાપમાનમાં થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી અને ઠંડી બંને ઋતુઓનો મિશ્ર અનુભવ થવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયાઈ વિસ્તારમાં પવનની ઝડપ વધવાની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.