રિપોર્ટ@ગુજરાત: 2 દિવસ માટે સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામના કારણે રદ્દ કરાઈ

 કામના કારણે  ટ્રેનો રદ્દ કરાઈ છે
 
રિપોર્ટ@ગુજરાત: 2 દિવસ માટે સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામના કારણે રદ્દ કરાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે કામના સમાચાર સામે આવ્યા છે. જેનું લોકોએ ખાસ ધ્યાન લેવું. 2 દિવસ માટે સૌરાષ્ટ્ર, વડોદરા, અમદાવાદ આવતી-જતી ઘણી ટ્રેનો ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ કામના કારણે રદ્દ કરાઈ છે.

જે લિસ્ટમાં વેરાવળ-ગાંધીનગર કેપીટલ એકસપ્રેસ, અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ, અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ અને જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનો સામેલ છે.

21થી 29 જુલાઈ સુધી સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-પાલનપુર સેક્શનમાં કમલી-સિદ્ધપુર-ધારેવાડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇનના કામને કારણે, સાબરમતી-જોધપુર એક્સપ્રેસ સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.