રિપોર્ટ@ગુજરાત: ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાનું નવું કટ ઓફ જાહેર, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેટલાક દિવસથી ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષાના પરિણામના કારણે લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો હતો. ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારનાં માર્કસ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે ત્રણ દિવસથી ઉમેદવારોએ સરકાર સામે બાયો ચડાવી હતી.
જેના પગલે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 'વન રક્ષક (Forest Guard)* વર્ગ-3 સંવર્ગની સીધી ભરતીની કુલ-823 જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
જિલ્લાવાઇઝ, કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.