રિપોર્ટ@ગુજરાત: AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાયા, જાણો વધુ વિગતે
આઠમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરાયો છે
Apr 9, 2026, 13:47 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
AAPના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું આઠમું લિસ્ટ જાહેર કર્યું છે. આઠમી યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરાયો છે. સાથે જ આજે ભાજપની પ્રથમ અને કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ શકે છે.
સુરતમાં AAP અને ભાજપના સામસામે કાર્યાલય ખૂલ્યા છે, તો રાજકોટમાં ‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ના બેનર લાગ્યા છે.

