રિપોર્ટ@ગુજરાત: ભાગવત કથાના નામે છેતરપિંડી: ₹4,200 લઈ આયોજકો ફરાર

ભોગ બનેલા વૃદ્ધોએ પોલીસ ફરિયાદ નોંધાવી, આયોજકોના ફોન બંધ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ધાર્મિક આસ્થાના નામે વરિષ્ઠ નાગરિકો સાથે મોટી છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત કથામાં લઈ જવાના બહાને 126થી વધુ સિનિયર સિટીઝન પાસેથી વ્યક્તિદીઠ ₹4,200 ઉઘરાવી આયોજકો ઓફિસને તાળાં મારી ફરાર થઈ ગયા છે.શું છે સમગ્ર મામલો?

મહીસાગર જિલ્લામાં આયોજકોએ હરિદ્વાર યાત્રા માટે નોંધણી શરૂ કરી હતી. દરેક વ્યક્તિ પાસે ₹4,200 ફી લેવામાં આવી હતી અને કથામાં રોજ બેસવા પર ₹600 પરત આપવાની લાલચ આપવામાં આવી હતી. યાત્રાના દિવસે જ્યારે લોકો રવાના થવા પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ મળી અને આયોજકો ગાયબ હતા.

શું છે સમગ્ર મામલો?

મહીસાગર જિલ્લામાં આયોજકોએ હરિદ્વાર યાત્રા માટે નોંધણી શરૂ કરી હતી. દરેક વ્યક્તિ પાસે ₹4,200 ફી લેવામાં આવી હતી અને કથામાં રોજ બેસવા પર ₹600 પરત આપવાની લાલચ આપવામાં આવી હતી. યાત્રાના દિવસે જ્યારે લોકો રવાના થવા પહોંચ્યા ત્યારે ઓફિસ બંધ મળી અને આયોજકો ગાયબ હતા.અન્ય જિલ્લામાં પણ ઠગાઈ:

સુરેન્દ્રનગરમાં 450થી વધુ લોકો પાસેથી ₹16.80 લાખ ઉઘરાવ્યા હોવાની ફરિયાદ

દાહોદમાં ગોધરા રોડ પર ચામુંડા કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલી મહિલા મંડળો પાસેથી પૈસા ઉઘરાવ્યાભાઈબીજના દિવસે બસ રવાના થવાની હતી પણ આવી જ નહીં

પોલીસ કાર્યવાહી:

ભોગ બનેલા વૃદ્ધોએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દાહોદ એ-ડિવિઝન પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અટલ અપીલ: કોઈપણ ધાર્મિક યાત્રા માટે પૈસા આપતા પહેલા આયોજકોની ઓફિસ, રજીસ્ટ્રેશન અને ઓળખપત્રની ચકાસણી જરૂર કરો.