રિપોર્ટ@ગુજરાત: આજથી ધો. 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપવાના છે. જાણો કઈ ગેરરીતિ કરી તો 1થી 3 વર્ષ સુધીની સજા થઈ શકે.
જેથી પરીક્ષાર્થી ગેરરીતિમુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટેની પણ વ્યવસ્થા દરેક પરીક્ષા કેન્દ્ર પર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ CCTVથી સજ્જ કરવામાં આવી છે. તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહેવાની છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ વર્ષે એક કલાકનો સમય વધારે આપવામાં આવશે. પૃથ્થક વિદ્યાર્થીઓ એટલે જે ચોક્કસ બાકી રહેલાં કે જરૂરિયાતના વિષયની પરીક્ષા આપતાં હોય તે.
ગુજરાત બોર્ડમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે. આ વર્ષે પ્રથમ વખત દિવ્યાંગ વિધાર્થીઓને 3 કલાકના પેપરમાં પ્રતિ કલાક 20 મિનિટનો સમય વધારે આપવામાં આવશે. રાજ્યમાં SSC માટે કુલ 87 ઝોન અને HSC માટે કુલ 59 ઝોનની રચના કરવામાં આવી છે. તેમજ ધોરણ 10 માટે કુલ 1006 કેન્દ્ર અને ધોરણ 12માં કુલ 695 કેન્દ્ર છે જેમાંથી સામાન્ય પ્રવાહમાં 539 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 156 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.

