રિપોર્ટ@ગુજરાત: આવતીકાલથી ઘો.-10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, 62 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

ભાવનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ મળીને 62,510 વિદ્યાર્થીઓ નોંધાયા છે, 
 
રિપોર્ટ@ગુજરાત: આવતીકાલથી ઘો.-10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, 62 હજારથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો. 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આવતીકાલ  શરૂ થવા જઇ છે.જેમાં ભાવનગર જિલ્લામાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહમાં કુલ મળીને 62,510 વિદ્યાર્થીઓ નોંધાયા છે, આજે 2 થી 5 દરમ્યાન પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ નંબર જોવા પહોંચ્યા હતા.

બી.એમ. કોમર્સ હાઈસ્કૂલે અરવિંદ સોલંકીએ જણાવ્યું હતું કે, આવતીકાલથી ધોરણ-10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા શરૂ થાય છે. આજે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ તમામ શાળાઓ ખુલ્લી છે, જેમાં બી.એમ. કોમર્સ હાઈસ્કૂલ પણ ખુલ્લી છે અને અત્યારે વિદ્યાર્થીઓ શાળાની અંદર પોતાના બેઠક વ્યવસ્થાના સંદર્ભમાં નંબર જોવા માટે આવે છે. શાળાનું વાતાવરણ જુઓ છે અને સાથે-સાથે આ તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખૂબ સફળતા મેળવે એવી શાળા પરિવાર વતી તમામને શુભકામનાઓ પણ પાઠવું છું,

સ્વામિનારાયણ હાઈસ્કૂલના પ્રિન્સિપલ નીતા શુક્લાએ જણાવ્યું હતું કે, આવતીકાલથી ધોરણ 12 અને 10ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને આજના દિવસે બપોરે 2:00 વાગ્યાથી 5:00 વાગ્યા સુધી બાળકોને નંબર જોવા માટેનો સમય આપેલો છે અને અત્યારે મોટાભાગે બાળકો જે છે એ નંબર જોવા માટે આવી રહ્યા છે,

આવતીકાલથી શરૂ થતી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં કુલ 37,501 વિદ્યાર્થીઓ નોંધાયા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 18,717 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 6292 વિદ્યાર્થીઓ નોંધાયા છે ધો.10 માટે 132 બિલ્ડીંગ, 1254 બ્લોકમાં પરીક્ષા યોજાશે, તેવી જ રીતે ધો-12 માટે 31 બિલ્ડીંગ, 319 બ્લોક અને ધો-12  માટે 69 બિલ્ડીંગ, 624 બ્લોકમાં પરીક્ષા યોજાશે, તમામ પર CCTV કેમેરાની બાજ નજર રહેશે, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.