રિપોર્ટ@ગુજરાત: વરસાદમાં રીલ બનાવતી યુવતી પર અચાનક વીજળી ત્રાટકી

યુવતી પર અચાનક વીજળી ત્રાટકી
 
રિપોર્ટ@ગુજરાત: વરસાદમાં રીલ બનાવતી યુવતી પર અચાનક વીજળી ત્રાટકી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વીજળી પડવાની અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.  બિહારના સીતામઢીમાં વીજળી પડતાં એક યુવતી સહેજમાં બચી ગઈ હતી. હકીકતમાં બેલા પોલીસ સ્ટેશન વિસ્તારના સિરસિયા ગામમાં સાનિયા કુમારી નામની યુવતી વરસાદ દરમિયાન ટેરેસ પર રીલ બનાવવા ગઈ હતી.

ત્યારે અચાનક વીજળી પડી હતી. આ ઘટના મંગળવારે બની હતી. જોકે આ સમગ્ર ઘટનાનો VIDEO હાલ વાઇરલ થઈ રહ્યો છે.

સાનિયા કુમારી એક જગ્યાએ મોબાઈલ મૂકીને વરસાદમાં રીલ બનાવવા ટેરેસ પર આવી હતી. રીલ બનાવવા માટે વીડિયો ચાલુ કરીને તે વરસતા વરસાદમાં ડાન્સ કરવા ગઈ ત્યારે અચાનક વીજળી ત્રાટકતાં યુવતી મુઠ્ઠી વાળીને દોડી હતી. આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થઈ ગઈ હતી.