રિપોર્ટ@ગુજરાત: સોનું-ચાંદી સસ્તું થયું, મે મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો

 સોના-ચાંદીમાં ચાલી રહેલી તેજીને અચાનક બ્રેક લાગી છે 

 
દેશમાં સોનું-ચાંદી સસ્તું થયું, જુલાઇ મહિનામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક-

સોના-ચાંદીમાં ચાલી રહેલી તેજીને અચાનક બ્રેક લાગી છે આ સાથે જ સોનું નવી રેકોર્ડ બ્રેક કિંમતથી ઘણું નીચે ઉતરીને 60 હજારની અંદર જવા તરફ દોડ લગાવી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.40 ટકાના ઘટાડા સાથે 60,869 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ જૂલાઈના વાયદાનું ચાંદી 0.27 ટકા ઘટીને 77,252 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. અહીં મહત્વનું છે કે નવા આર્થિક વર્ષમાં સોનાએ સોનાએ છેલ્લા 4 મહિનાની અંદર બે વાર નવી નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ મત 61,552 રુપિયાના સ્તરે (Gold record price) બનાવી છે. 

આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.40 ટકાના ઘટાડા સાથે 60,869 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ જૂલાઈના વાયદાનું ચાંદી 0.27 ટકા ઘટીને 77,252 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં આજે એટલે કે 5 મે 2023ના રોજ સોના ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી છે. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.