રિપોર્ટ@ગુજરાત: આજે પણ રાજ્યમાં 'દાદા'નું બુલડોઝર ચાલશે, જાણો વધુ
અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7 હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે.
Mar 21, 2025, 08:45 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે પણ રાજ્યમાં 'દાદા'નું બુલડોઝર ચાલશે. અમદાવાદના વસ્ત્રાલમાં લુખ્ખાઓના આતંક બાદ સફાળી જાગી ઉઠેલી પોલીસે 100 કલાકમાં જ અલગ અલગ જિલ્લાઓમાં ગુનાખોરી સાથે સંકળાયેલા 7 હજારથી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કર્યું છે.
આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદે બાંધકામ ખડક્યા હોય કે વીજચોરી કરતા હોય તેની સામે બુધવારથી જ એકશન લેવાનું શરૂ કરી દીધું છે.
ગુરુવારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત ગુનેગારોએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. તંત્રની આ કામગીરી આજે પણ યથાવત રહેશે.