રિપોર્ટ@ગુજરાત: ફાઈનલ હાર્યા બાદ GTના પ્લેયર્સ રસ્તે રઝડ્યા, એવું તો શું બન્યું ?

શોર્ટ સર્કિટના કારણે બસમાંથી ધુમાડે-ધુમાડાં નીકળ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

IPL-2026ની ફાઈનલના આ નિરાશાજનક અંત બાદ, રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી હતી. PTIના રિપોર્ટ્સ મુજબ ફાઈનલ પછી ગઇકાલે રાત્રે મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈને અમદાવાદની હોટેલ પર પરત ફરી રહી હતી, ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે બસમાં ધૂમાડો ફેલાયો હતો. સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ મોટી જાનહાની કે નુકસાન થયું ન હતું. આ ઘટનાને કારણે પ્લેયર્સે લગભગ એક કલાક સુધી રસ્તા પર જ અટવાઈ રહેવું પડ્યું હતું.

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સને પહેલાથી જ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ બાદ જ્યારે ટીમ સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહી હતી, ત્યારે જ રસ્તામાં બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે બસને રોકવી પડી હતી અને ખેલાડીઓ અંદાજે એક કલાક સુધી રોડ પર જ ફસાયેલા રહ્યા હતા. જોકે, રાહતની વાત એ રહી કે કોઈ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. ટીમ મેનેજમેન્ટે તાત્કાલિક તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને બાદમાં બીજી બસ કરીને તેમને હોટેલ પહોંચાડ્યા હતા.

ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરી. જેમાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નીચે જમીન પર બેસેલો દેખાય છે અને કેપ્શનમાં ‘બ્રેકડાઉન’ લખ્યું છે. એવું માની શકાય કે બસમાં શોર્ટ સર્કિટ થઈ હોય, ત્યારનો આ ફોટો હોય શકે.