રિપોર્ટ@ગુજરાત: ગુજરાત લોકસભા ચૂંટણી 2024નું આવતીકાલે પરિણામ જાહેર થશે

સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
 
રિપોર્ટ@ગુજરાત: ગુજરાત લોકસભા ચૂંટણી 2024નું આવતીકાલે પરિણામ જાહેર થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આવતીકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે.  ગુજરાત લોકસભા ચૂંટણી 2024 અને વિધાનસભા પેટાચૂંટણી 2024ની આવતીકાલે પરિણામ જાહેર થશે. ત્યારે લોકસભાની 26 બેઠક અને વિધાનસભાની 5 બેઠક, જેમાં વાઘોડિયા, ખંભાત, વિજાપુર, માણાવદર અને પોરબંદર બેઠક પર આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે. એને લઈને તમામ કાઉન્ટિંગ સેન્ટર પર સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.


લોકસભા ચૂંટણી 2024 મતગણતરીને લઈ ગુજરાત ચૂંટણીપંચના સીઇઓ પી. ભારતીએ જણાવ્યું હતું કે 26 કાઉન્ટિંગ સેન્ટર પર મતગણતરી થશે, જેમાં આણંદ ખાતે 2 ગણતરી સેન્ટર છે, જેમાં 56 ઓબ્ઝર્વર, 30 રિટર્નિંગ ઓફિસર, 175 મદદનીશ રિટર્નિંગ ઓફિસર, આ ઉપરાંત પોસ્ટલ બેલેટ અને ETPPS માટે 615 એડિશનલ રિટર્નિંગ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. આ 56 તમામ ઓબ્ઝર્વર પોતાની ફરજ પર હાજર થઈ ચૂક્યા છે તેમજ જેને અધિકાર પત્ર આપ્યો છે તે મીડિયાકર્મી જ પ્રવેશી શકશે.


મતગણતરી સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવાર, ઉમેદવાર એજન્ટ, ચૂંટણી એજન્ટ સિવાય કોઈ મતગણતરી સેન્ટરમાં પ્રવેશી શકશે નહીં. મોબાઈલ લઈ જવા માટે પૂર્વ મંજૂરી હશે તો જ લઈ જઈ શકશે. મતગણતરી સેન્ટરમાં ક્યાંય ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. સચિવાલય ખાતે બ્લોક 1ના ચોથા માળે મીડિયા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. 36 જેટલી ફરિયાદ કરાઈ હતી, જેનો લેખિતમાં જવાબ આપ્યો છે.