રિપોર્ટ@ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં ECની બેઠક મળી, મહિલાઓ માટે 2 કોલેજની મંજૂરી, BBA-BCAમાં 750 સીટ વધારાઈ

BBA-BCAમાં 750 સીટ વધારાઈ
 
રિપોર્ટ@ગુજરાત: ગુજરાત યુનિવર્સિટીમાં ECની બેઠક મળી, મહિલાઓ માટે 2 કોલેજની મંજૂરી, BBA-BCAમાં 750 સીટ વધારાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કેટલાક નિર્ણયો લેવામાં આવતા હોય છે. ગુજરાત યુનિવર્સિટીમાં આજે ECની બેઠક મળી હતી.આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.જેમાં એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કો-ઓર્ડિનેટર પ્રોફેસર કમલજીત લખતરિયાને 17 કરોડની ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત સમાજવિદ્યા ભવનના પ્રોફેસર વિપુલ પટેલ સામે વધુ એક ચાર્જસીટ ફાઇલ કરવામાં આવી છે. જ્યારે બીબીએ અને બીસીએમાં 750 સીટનો વધારો કરવામાં આવ્યો છે, જેમાંથી બે કોલેજમાં ફકત મહિલાઓ માટે જ મંજૂરી આપવામાં આવી છે.


ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કો-ઓર્ડિનેટર કમલજીત લખતરિયાએ 17 કરોડ રૂપિયાની ગેરરીતિ કરી હતી, જેમાંથી 1.70 કરોડ રૂપિયાની ગેરરીતિ પોતાના ખાતામાં પૈસા મેળવીને કરી હતી. આ મામલે તેમણે યુનિવર્સિટીમાં ગેરરીતિ આચરી હોવાનું સ્વીકાર્યું પણ છે. જેથી કમલજીત લખતરિયાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે તપાસ કમિટી દ્વારા તેમની વિગતવાર તપાસ કરવામાં આવશે. MSWના આસિસ્ટન્ટ પ્રોફેસર વિપુલ પટેલ સામે અગાઉ થયેલી ફરિયાદમાં તેમણે ખોટું એફિડેવિટ કર્યું હતું. જે બદલ ભ્રષ્ટાચારની એક ચાર્જશીટ તેમના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવી છે.


ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગ્રાન્ટેડ અને સરકારી કોલેજમાં ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ ચાલુ કરવામાં આવ્યા છે. જે કોર્સ અંગે હવે રાજ્ય સરકારે પણ રસ દાખવીને આ કોર્સમાં 50% ફીમાં રાહત આપવા નિર્ણય કર્યો છે. 50 જેટલા કોર્સમાં વિદ્યાર્થીઓને ફીમાં 50 ટકા સબસીડી મળશે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીબીએ અને બીસીએની 13 કોલેજમાં 750 બેઠકનો વધારો આપવામાં આવ્યો છે. 2 કોલેજમાં ફકત મહિલાઓ માટે જ મંજૂરી આપવા આવી છે, જેથી બે કોલેજમાં મહિલાઓ જ અભ્યાસ કરશે.