રિપોર્ટ@ગુજરાત: ધુળેટીમાં રંગે રંગાયા ગુજરાતીઓ:ક્લબ, સોસાયટી, ગાર્ડનમાં જામી રંગોની રમઝટ, જાણો વધુ વિગતે

ગુજરાતના શહેરોમાં ધૂળેટીના દિવસે હોળી પાર્ટીઓનો રંગ જામ્યો છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 4 માર્ચ 2026ના રોજ ધુળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. દરેક તહેવારને હોંશે હોશેં ઉજવતા ગુજ્જુઓ આ તહેવારને પણ પોતાની આગવી સ્ટાઈલથી ઉજવી રહ્યા છે. ગુજરાતના શહેરોમાં ધૂળેટીના દિવસે હોળી પાર્ટીઓનો રંગ જામ્યો છે.

પ્રાઇવેટ પૂલ, ઓર્ગેનિક કલર, વોટર ટેન્કર, રેઈન ડાન્સ, કલર શોર્ટસ, વોટર ડ્રમ્સ અને વોટર બલૂન્સ સાથે રંગોની છોળો ઉડી રહી છે અને લોકો મોજથી ધૂળેટી રમી રહ્યા છે.

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટમાં આત્મન ગ્રુપ ઓફ ઇવેન્ટ દ્વારા ધુળેટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સતત 10મી વખત હોળી ફીએસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા સિક્યોરિટી સાથે પારિવારિક માહોલમાં હોળી પાર્ટી ઉજવવામાં આવી રહી છે. અહીંયા પુલ પાર્ટી, ડીજે, ડાન્સ અને ગરબા વિથ કલર ફૂલ માહોલ વચ્ચે રંગીલા રાજકોટના લોકો રંગોના તહેવારની રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે.