રિપોર્ટ@ગુજરાત: ભારે વરસાદના કારણે રંગમતી નદીમાં ઘોડાપૂર, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે ચારેકોર પાણી પાણી થયું છે. સોમવારે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યા બાદ આજે મંગળવારે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે.
આજે સવારે 6 વાગ્યાથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે ચાર કલાકમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
જેના કારણે નદીના પટમાં યોજાયેલા મેળામાં પૂરના પાણી ફરી વળતા ચકડોળના સંચાલકોના જીવ અધ્ધર થયા હતા. હવામાન વિભાગ દ્વાર રાજ્યમાં આગામી 31 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના લીધે બુધવારથી શરૂ થતી DYSOની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં છે. ટૂંક સમયમાં નવી તારીખો જાહેર કરવામાં આવશે.