રિપોર્ટ@ગુજરાત: હાઇકોર્ટ, ગ્રાહક કોર્ટ અને નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળી
ધમકી મળતા નવરંગપુરા પોલીસ અને બોમ્બ ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
Mar 9, 2026, 14:36 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર ધમકીના ઈ–મેલ મળ્યો છે. ગુજરાત હાઇકોર્ટ, ગ્રાહક કોર્ટ, તથા નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને ઉડાવવાની ધમકી મળી છે.ઇ-મેલ મારફતે કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે.ધમકી મળતા નવરંગપુરા પોલીસ અને બોમ્બ ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
કોર્ટના તમામ ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કોઈ પણ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. તેમજ કોર્ટ પરિસરમાંથી તમામ વકીલ અને પક્ષકારોને બહાર મોકલી દેવામાં આવ્યા હતા.

