રિપોર્ટ@ગુજરાત: વર્ષના પહેલાં દિવસે સોમનાથમાં ભક્તોની ભારે ભીડ ઊમટી, જાણો વધુ વિગતે
એક સપ્તાહમાં અંદાજે 7થી 8 લાખ શ્રદ્ધાળુએ દાદાનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું છે, જે એક વિક્રમજનક આંકડો દર્શાવે છે.
Jan 1, 2026, 16:43 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવા વર્ષના પ્રથમ દિવસે ધાર્મિક સ્થળોએ ભક્તોની ભારે ભીડ ઊમટી છે. વર્ષ 2026ની પ્રથમ સવાર ભક્તિ અને આસ્થાના અનોખા સંગમ સાથે ઊગી છે. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 7થી 8 લાખ શ્રદ્ધાળુએ દાદાનાં ચરણોમાં શીશ ઝુકાવ્યું છે, જે એક વિક્રમજનક આંકડો દર્શાવે છે.
માતા મહાકાળીના આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર પાવાગઢમાં ઊમટ્યું હતું. પાવાગઢ પર્વત અને મંદિર પરિસર ‘જય મહાકાળી’ના ગુંજારવથી ગાજી ઊઠ્યા હતા.પાવાગઢમાં નવા વર્ષે માને 11 ગજની એટલે કે 33 ફૂટની ધજા અર્પણ.

