રિપોર્ટ@ગુજરાત: મૂર્તિઓ વેચતા ફેરિયાને ITની ₹19.84 કરોડની નોટિસની ફટકારી, જાણો વધુ વિગતે
ગોમતી ઘાટે પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પેટીયું રળું છું, આટલો મોટો આંકડો જોયા નથી.
Apr 3, 2026, 18:42 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ડાકોરમાં સરકારી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચી ગુજરાન ચલાવતા એક ફેરિયાને ઇન્કમ ટેક્સ વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ભાડાના મકાનમાં રહેતા અને માંડ બે ટંકનું ભોજન મેળવતા ફેરિયાના નામે કરોડોના વ્યવહારો દર્શાવતી આ નોટિસે વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ફેરિયાએ ₹19.84 કરોડની નોટિસ ફટકારી છે. જેણે ત્યારે ચિરાગ ભૈયાએ કહ્યું હતું કે, હું ગોમતી ઘાટે પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પેટીયું રળું છું, આટલો મોટો આંકડો જોયા નથી.

