રિપોર્ટ@ગુજરાત: પાટણના ચાવાળાને રૂ. 49 કરોડ ભરવા ITની નોટિસ, જાણો વધુ
પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
May 20, 2024, 08:09 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. પાટણમાં ચાની લારીવાળાને IT વિભાગે 49 કરોડનો ટેક્સ અને પેનલ્ટી ભરવાની નોટિસ ફટકારી છે.
ચાની લારીવાળાએ પાનકાર્ડ કઢાવવા માટે પોતાના મહત્વના ડૉક્યુમેન્ટ બે વેપારીને આપ્યા હતા. જે બાદ આ વેપારીઓએ ચાની લારીવાળાની ધ્યાન બહાર આ ડૉક્ટયુમેન્ટનો દુરૂપયોગ કર્યો અને અલગ-અલગ બેંકોમાં ખાતા ખોલાવીને કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો.
આ મામલે ચાની લારી ચલાવનાર યુવકે બન્ને ભેજાબાજો વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.