રિપોર્ટ@ગુજરાત: શહીદના દીકરાને થાળીમાં ભરીને 21 લાખ આપ્યા, જાણો વધુ વિગતે
કાશ્મીરમાં 'ઓપરેશન મહાદેવ' માટે ફરજ દરમિયાન શહીદ થયા હતા.
Updated: Oct 8, 2025, 15:15 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભારતીય સેનાના જવાન દેશ માટે શહીદ થતાં હોય છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના સપૂત અને ભારતીય સેનાના જવાન મેહુલ મેપાભાઈ ભૂવા 18 સપ્ટેમ્બર, 2025ના રોજ કાશ્મીરમાં 'ઓપરેશન મહાદેવ' માટે ફરજ દરમિયાન શહીદ થયા હતા.
રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનના 20 સપ્ટેમ્બરના રોજ તેમના વતનમાં જ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ શહીદ જવાનનાં દીકરા અને પત્નીને રડતો જોઈને સુરતના બિલ્ડર વિજયભાઈ ભરવાડનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. તેઓ કારનો કાફલો લઈને શહીદના ઘરે પહોંચ્યા હતા.તેમણે થાળીમાં ભરીને 21 લાખની મદદ કરી હતી.