રિપોર્ટ@ગુજરાત: ઉત્તર ગુજરાતમાં મેઘતાંડ જોવા મળ્યું: છેલ્લા 24 કલાકમાં 53 પૈકી 52 તાલુકામાં ધોધમાર વરસાદ

વાવ-થરાદના ભાભરમાં 11.30 ઇંચ આકાશી પાણી ઝીંકાયું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.ઉત્તર ગુજરાતમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં 53 પૈકી 52 તાલુકામાં 1 ઇંચથી લઈને રેકોર્ડબ્રેક સવા 12 ઇંચ સુધીનો ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાટણના સાંતલપુરમાં સૌથી વધુ 12.17 ઇંચ અને વાવ-થરાદના ભાભરમાં 11.30 ઇંચ આકાશી પાણી ઝીંકાયું છે.

હવામાનમાં સર્જાયેલી આ અસાધારણ સ્થિતિ અંગે ભાસ્કર એક્સપર્ટ ડૉ.રાજદીપસિંહ જાડેજા  જણાવે છે કે, ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી નીચા સ્તરે સરેરાશ 8 થી 10 કિમીની ઝડપે અરબી સમુદ્ર તરફથી સતત ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે. તેની સામે ઉપરના સ્તરના પવનો સાવ થંભી જતાં વરસાદી વાદળો આગળ વધવાને બદલે એક જ જગ્યાએ સ્થિર થઈ ગયા છે.

વાદળોની અત્યંત ધીમી ગતિને કારણે વરસાદનો વિસ્તાર અને તેની તીવ્રતા બંને ઘાતક બની ગયા છે. આ કુદરતી ફેરફાર વચ્ચે વાતાવરણમાં પણ પહેલીવાર ઉલટી ગંગા જેવી સ્થિતિ જોવા મળી છે. સામાન્ય રીતે સવાર કરતાં બપોરના સમયે ભેજનું પ્રમાણ ઓછું રહે છે, પરંતુ શુક્રવાર સવારે 95% ભેજ હતો તે બપોરે વધીને 100% એ પહોંચી ગયો હતો.

સતત‎ મેઘતાંડવના કારણે તાપમાનમાં સવા બે ‎ડિગ્રીનો ઘટાડો નોંધાતાં પારો 28 ડિગ્રીએ ‎પહોંચી ગયો છે. હવામાન વિભાગે આજે પણ‎ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી માટે 8‎ ઇંચથી વધુ વરસાદનું રેડ એલર્ટ જ્યારે પાટણ,‎ બનાસકાંઠા અને વાવ-થરાદ માટે ઓરેન્જ ‎એલર્ટ જાહેર કર્યું છે.‎

મહેસાણા : કડીમાં 8.58 ઇંચ, ખેરાલુમાં 4.92, જોટાણા 4.80, વિજાપુર 4.57 ઇંચ, મહેસાણા 4.41, બહુચરાજી 4.29, ઊંઝા 3.50 ઇંચ, વિસનગરમાં 3.19 ઇંચ, વડનગરમાં 2.83 ઇંચ, સતલાસણામાં 1.65 ઇંચ

પાટણ : સાંતલપુરમાં 12.17 , રાધનપુર 9.25, હારિજ 2.95, શંખેશ્વર 2.60 , સિદ્ધપુર 2.40 , ચાણસ્મા 2.36, પાટણ 1.89, સરસ્વતી 1.73, સમી પોણો ઇંચ

બનાસકાંઠા : દાંતીવાડા 8.07, ઓગડ 4.92, ડીસા 4.80, હડાદ 4.45, વડગામ 2.60 , કાંકરેજ 2.24, પાલનપુર 2.01 , દાંતા 1.93, અમીરગઢ 1.34માં ઇંચ

વાવ-થરાદ : ભાભરમાં 11.30 , દિયોદર 9.09, સુઈગામ 4.21, ધરણીધર 2.01, રાહ 1.57, વાવ 1.46, લાખણીમાં 1.38 ઇંચ

સાબરકાંઠા : ઈડરમાં 4.17 ઇંચ, પોશીના 3.50, પ્રાંતિજ 3.46, તલોદ 3.27, વડાલી 2.24, હિંમતનગર 2.05, ખેડબ્રહ્મા 2.05, વિજયનગરમાં 1.46 ઇંચ

અરવલ્લી : ધનસુરામાં 4.57 , ભિલોડા 3.23, સાઠંબા 3.19, મોડાસા 3.03, શામળાજી 2.99, બાયડ 2.60 , મેઘરજ 2.28, માલપુરમાં 1.89 ઇંચ