રિપોર્ટ@ગુજરાત: આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થયું પરંતુ રાજ્યનાં જળાશયોમાં 11 ટકા પાણીની ઘટ વર્તાઈ

 રાજ્યનાં જળાશયોમાં 11 ટકા પાણીની ઘટ 
 
રિપોર્ટ@ગુજરાત: આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થયું પરંતુ રાજ્યનાં જળાશયોમાં 11 ટકા પાણીની ઘટ વર્તાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની સીઝન કેટલાક સમયથી થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન થયું હતું, પરંતુ આગમન બાદ 10થી 12 દિવસ સુધી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં જ અટવાઈ રહ્યું હતું અને બાદમાં આગળ વધ્યું હતું. અડધો જુલાઈ મહિનો વીતી ચૂક્યો છે ત્યારે રાજ્યમાં સરેરાશ 32 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

જ્યારે રાજ્યનાં 207 જળાશયમાં 41 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગત વર્ષની સરખામણીની વાત કરીએ તો... રાજ્યનાં જળાશયોમાં 11 ટકા પાણીની ઘટ વર્તાઈ રહી છે. જો આ ઘટ આગામી દિવસોમાં નહિ પુરાય તો ચિંતા વધી શકે છે. ગુજરાત રાજ્યમાં નર્મદા સિવાય અલગ અલગ ઝોનના મળી કુલ 206 જળાશય આવેલાં છે, જેમાં હાલ કુલ જળસંગ્રહ 32.21 ટકા જેટલો થયો છે.

ઝોનવાઈઝ વાત કરીએ તો ઉત્તર ગુજરાતનાં 15 જળાશયમાં 25.42 ટકા, મધ્ય ગુજરાતનાં 17 જળાશયમાં 37.24 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયમાં 37.78 ટકા, કચ્છનાં 20 જળાશયમાં 22.67 ટકા અને સૌરાષ્ટ્રનાં 141 જળાશયમાં 27.75 ટકા જળસંગ્રહ થયો છે.