રિપોર્ટ@ગુજરાત: જાન્યુઆરીમાં ભાજપના નવા પ્રમુખ નિમાશે, કોણ બનશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખ તરીકે પોતાની વિદાયના સંકેત આપતા કહ્યું હતું કે, મેં બે વાર રજૂઆત કરી છે કે, કોઈને જવાબદારી સોંપવી જોઈએ. નવા સંગઠનની શરૂઆત કરવાની સૂચના અમને મળી છે.
જેમને તક મળશે એમને એડવાન્સમાં અભિનંદન આપું છું અને જેમણે મારી સાથે કામ કર્યું તે બધાનો આબાર પણ વ્યકત કર્યું છે. પાટીલના આ નિવેદન બાદ ગુજરાતમાં ભાજપના નવા પ્રમુખ ક્યારે આવશે તે અંગે ચર્ચાનો દૌર શરૂ થઈ ગયો છે.
પક્ષના હોય કે પક્ષ બહારના હોય એ તમામ લોકો આંકલન લગાવવા લાગ્યા છે કે થોડા જ દિવસોમાં ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ બદલાશે અને નવા પ્રમુખની વરણી થશે. જો કે, ભાજપના નવા પ્રદેશ પ્રમુખની વરણી થતા હજી પણ એકાદ મહિનો નીકળી જાય તેવી પૂરી શક્યતા છે.
જાન્યુઆરીમાં જ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે. બીજી તરફ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા નેતાઓ માટે પણ ભાજપ સંગઠનમાં પણ મોટું સ્થાન મળે તેવી શક્યતા છે. આ ઉપરાંત આગામી સમયમાં સંગઠનમાં આવનારા ધરખમ ફેરફાર બાદ મોટાભાગના યુવા ચહેરા જોવા મળે તો પણ નવાઈ નહિ.