રિપોર્ટ@ગુજરાત: પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, જાણો વધુ વિગતવાર

બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ મચી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી:અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં બોમ્બ-ડોગ સ્કવોડ પહોંચી, સંકુલ ખાલી કરાવાયા

રાજ્યમાં ફરી એકવાર પાસપોર્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ, યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો છે. આજે વડોદરાની પારૂલ યુનિવર્સિટી, ભાવનગરમાં હેડ પોસ્ટ ઓફિસમાં આવેલા પાસપોર્ટ વિભાગ અને સુરત, જૂનાગઢમાં પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળતા દોડધામ મચી છે.

રાજકોટ પાસપોર્ટ-પોસ્ટ ઓફિસ અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે.

બોમ્બ-ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સંકુલને ખાલી કરાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.